• namrata_123 91w

    વાર લાગે છે

    પથ્થર થી પવઁત
    રેત થી રણ બનવામાં
    વાર લાગે છે

    મન ને મન લગી
    ને વાત ને વેણ સુધી પહોંચતા
    વાર લાગે છે

    પરસેવા ને પાણી
    ને ઈંટ ને ઈમારત બનવામાં
    વાર લાગે છે

    સપના ને શાન
    ને મહેનત ને મોજ બનવામાં
    વાર લાગે છે

    માણસ થી મરહમ
    ને દોસ્ત થી દોસ્તાર બનવામાં
    વાર લાગે છે

    હું માનવી બધું જ શોધી
    હજીય મને શોધવામાં
    વાર લાગે છે
    ©namrata_123